સફળ સાહસ
સફળ સાહસ

સફળ સાહસ

Successful Venturesઆજ સુધીમાં જીઆઈઆઈસીએ ૫૯ યોજનાઓ સંયુક્ત/સહ ક્ષેત્રોની ઇક્વિટીમાં રોકાણના મૂળના માધ્યમથી શરૂઆત કરેલ છે. આ યોજનાઓમાં અમારું રોકાણ લગભગ રૂ. ૩૭૭ કરોડ જેટલું છે, જેનાથી ૧૬,૦૦૦ જેટલા લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થવા ઉપરાંત રૂ. ૧૭,૦૦૦ કરોડથી પણ વધારેનું એકંદર રોકાણ પ્રાપ્ત થયું છે. અમારા ભાગીદારોમાં પ્રખ્યાત ઉદ્યોગપતિઓ/ઔદ્યોગિક ગૃહોનો સમાવેશ થાય છે, જેવાં કે ઋષિકેશ મફતલાલ, અદી ગોદરેજ, સંજય દાલમિયા, નરોત્તમ સક્સેરિયા, મહેશ મુંજાલ, બિરલા, વેલકમ ગૃપ, એબીબી, એપોલો ટાયર્સ, વિ.

કેટલાંક પૂર્વ જોડાણોવાળા પ્રોસેસ લાઇસેંસરો/ટેકનોલોજી સપ્લાયરોમાં યુડીએચઈ, અમેરિકન ટુરિસ્ટર, ફિલિપ્સ પેટ્રોલિયમ કોર્પોરેશન, મિત્સુબિશી, લુર્ગી, ધ ફર્સ્ટ કેમિકલ કોર્પોરેશન, એકેઝેડઓ અને પર્સ્ટોર્પ સહિત અન્યોનો સમાવેશ થાય છે. એક ડેવલપમેન્ટ બેન્કર તરીકે જીઆઈઆઈસી ૪૦૦૦ કરતાં, પણ વધારે ઔદ્યોગિક યોજનાઓને આશરે રૂ. ૨૫,૨૨૧.૯૪ મિલિયનની કુલ ટર્મ લોન મંજૂર કરીને સહાયરૂપ બનેલ છે. આના કારણે રૂ. ૫૬,૨૭૭ મિલિયનથી પણ વધારેનું રોકાણ થયેલ છે અને ૫,૬૦,૦૦૦ થી વધારે લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પ્રાપ્ત થયેલ છે.

Gujarat Gas Company Ltd
ગુજરાત ગેસ કંપની લિ.

ઔદ્યોગિક અને ઘરેલુ વપરાશ માટેના કુદરતી ગેસના વિતરણમાં પ્રવેશ કરનાર સર્વપ્રથમ કંપની.

Gujarat Heavy Chemicals Ltd
ગુજરાત હેવી કેમિકલ્સ લિ.

દેશની સૌથી મોટી સંયુક્ત ક્ષેત્રની કંપનીઓમાંની એક.

Gujarat Ambuja Cement Ltd
ગુજરાત અંબુજા સિમેન્ટ લિ.

દેશની સૌથી મોટી સંયુક્ત ક્ષેત્રની કંપનીઓમાંની એક.

Gujarat Alkalies & Chemicals Ltd
ગુજરાત આલ્કલીઝ ઍન્ડ કેમિકલ્સ લિ.

દેશનો સૌથી મોટો કોસ્ટિક-ક્લોરિન પ્લાન્ટ તથા સાઇનાઇડ સોલ્ટ અને ક્લોરોમિથેનના સર્વપ્રથમ ઉત્પાદક.

Gujarat Cycle Ltd
ગુજરાત સાઇકલ્સ લિ.

વિશ્વના સૌથી મોટા સાઇકલ ઉત્પાદક – હીરો સાઇકલ્સ લિ. સાથે સંયુક્ત રીતે પ્રારંભ કરેલ કંપની તથા ૧૦૦% નિકાસ આધારિત એકમ.

ગુજરાત વિન્ડફાર્મ્સ લિ.

ઊર્જાના પુન:પ્રાપ્ય સ્ત્રોત સમાન પવનમાંથી ઊર્જા પ્રાપ્ત કરવા માટેની એક અગ્રણી યોજના. આ યોજનાને હવે વ્યાવસાયિક સફળતા પ્રાપ્ત થયેલ છે.

Gujarat Flurochemicals Ltd
ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિ.

ટેકનોલોજીની દ્રષ્ટિએ વધારે સારાં ઉત્પાદનો રજૂ કરીને આ ક્ષેત્રમાં તે સમયે પ્રવર્તતી ઈજારાશાહીનો અંત આણ્યો.

Back to Top